પટણા: દેશ પર ખરાબ નજર રાખનારાઓ સામે આ ચોકીદાર દીવાલ બનીને ઊભો છે- PM મોદી
બિહારના પાટનગર પટણાના ઐતિહાસિક મેદાનમાં એનડીએની સંકલ્પ રેલી યોજાઈ. 10 વર્ષ બાદ પીએમ મોદી અને બિહારના સીએમ તથા જેડીયુ પ્રમુખ નીતિશકુમાર આજે એક સાથે કોઈ રાજકીય મંચ પર જોવા મળ્યા.
Trending Photos
પટણા: બિહારના પાટનગર પટણાના ઐતિહાસિક મેદાનમાં એનડીએની સંકલ્પ રેલી યોજાઈ. 10 વર્ષ બાદ પીએમ મોદી અને બિહારના સીએમ તથા જેડીયુ પ્રમુખ નીતિશકુમાર આજે એક સાથે કોઈ રાજકીય મંચ પર જોવા મળ્યા. પીએમ મોદી લગભગ 12 વાગે પટણા એરપોર્ટ પહોંચ્યા હતાં. અહીં નીતિશકુમાર, રાજ્યપાલ લાલજી ટંડન અને ડેપ્યુટી સીએમ સુશીલ મોદી સ્વાગત માટે હાજર રહ્યાં હતાં. પટણા એરપોર્ટથી સીધા તેઓ ગાંધી મેદાન પહોંચ્યા હતાં. પીએમ મોદી જેવા સ્ટેજ પર પહોંચ્યા કે એનડીએના નેતાઓએ મોટી માળા પહેરાવીને તેમનું સ્વાગત કર્યું હતું. રેલીમાં પીએમ મોદી સહિત એનડીએના અનેક નેતાઓએ સંબોધન કર્યું હતું.
પીએમ મોદીના સંબોધનના મહત્વના અંશ...
- સાઉદી અરબના પ્રિન્સ જ્યારે ભારત આવ્યાં તો તેમણે હજ યાત્રા માટે ભારતીય મુસલમાનોની સંખ્યા 2 લાખ કરી નાખી. હવે ત્યાં 2 લાખ મુસલમાનો હજયાત્રા કરી શકે છે. જ્યારે અન્ય કોઈ દેશનો કોટા વધ્યો નથી.
કોંગ્રેસે દેશની સુરક્ષા માટે જે કર્યું તે બધા જાણે છે. પરંતુ હવે દેશ નવી રીતિ અને નવી નીતિ સાથે આગળ વધી રહ્યો છે.
- તેઓ કહે છે કે આવો મળીને મોદીને ખતમ કરીએ, મોદી કહે છે કે આવો આપણે ભેગા થઈને આતંકવાદને ખતમ કરીએ-મોદી, તેમની પ્રાથમિકતા મોદીને ખતમ કરવાની, મારી પ્રાથમિકતા આતંકવાદને ખતમ કરવાની. આવો મળીને ગરીબી સાથે મુકાબલો કરીએ. તેઓ કહે છે કે મોદીને ખતમ કરીએ.
- પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ અને સહયોગી પક્ષો જાણવા માંગે છે કે આખરે તેઓ કેમ વીર જવાનોના મનોબળને તોડવામાં લાગ્યા છે. એવા નિવેદનો કેમ આપે છે કે જેનાથી દેશના વિરોધીઓને ફાયદો થાય છે.
- દેશની સરહદે સેનાના જવાન દુશ્મનોને જવાબ આપે છે. પરંતુ દેશના જ કેટલાક લોકો તેના પર રાજકારણ રમી રહ્યાં છે અને તેમની તસવીર પાકિસ્તાની મીડિયામાં દેખાડવામાં આવી રહી છે.
- મહામિલાવટના ઘટક ફક્ત પોતાના સ્વાર્થ માટે જીવે છે. તેમને દેશની પરવા નથી. તેમને આ સીખ ઈતિહાસ અને વર્તમાનથી મળી છે.
- અટલીજીની જ્યારે સરકાર હતી ત્યારે નવા નવા કામોની શરૂઆત કરી હતી. પરંતુ જ્યારે કોંગ્રેસ અને સાથી પક્ષોની સરકાર આવી તો તમામ કામોની ગતિ ઓછી થઈ ગઈ. નીતિશકુમાર તેના સાક્ષી છે. જ્યારે તેઓ રેલમંત્રી હતાં ત્યારે તેમના તમામ કામો બંધ કરાવી દેવાયા અથવા તો થવા દીધા નહીં.
- જો દેશમાં મહામિલાવટની સરકાર હોત તો કઈ પણ શક્ય ન બનત. કારણ કે તેમનું કામ ફક્ત પોતાનું પેટ ભરવાનું છે.
PM Modi in Patna: Now they have even started asking for proof of the #AirStrike. Why are Congress and its allies demoralizing our forces? Why are they giving statements which are benefiting our enemies? pic.twitter.com/zN41nQA4A0
— ANI (@ANI) March 3, 2019
- ભારત પોતાના વીર જવાનોના બલિદાન પર ચૂપ નથી બેસતું, વીણી વીણીને હિસાબ લે છે- મોદી
- 2019 સુધીનો સમય જરૂરિયાતો પૂરી કરવાનો સમય હતો. તેની આગળનું કામ 21મી સદીની ઉંચાઈ પર લઈ જવાનો છે.
- એનડીએ સરકારે કોઈ પણ વર્ગની અનામતને સ્પર્શ કર્યા વગર સવર્ણોને 10 ટકા અનામત આપી.
- ગરીબોના નામ પર જે પોતાની દુકાન ચલાવતા હતાં તેઓ હવે ચોકીદારથી પરેશાન છે. પરંતુ ચોકીદાર પૂરેપૂરી રીતે સજાગ છે.
- ખેડૂતોને બીજ, કીટનાશક, ચારો, ખાતર વગેરે માટે હવે દેવુ કરવાની જરૂર નથી. બિહારના લોકો જાણે છે કે ચારાના નામ પર શું શું થયું છે.
- દેશના અન્નતાદાઓ માટે ખેડૂતો સન્માન નિધિ યોજનાને જમીન પર ઉતારી દેવાઈ છે. જેમાં બિહારમાં લગભગ દોઢ કરોડ ખેડૂતોને લાભ મળશે.
- સૌભાગ્ય યોજના હેઠળ ગરીબોને મફત વીજળી આપવાનું કામ કર્યું છે અને બિહારમાં નીતિશકુમારે આ કામ સરસ રીતે પાર પાડતા ઘરે ઘરે વીજળી પહોંચાડી છે.
- પટણા એરપોર્ટનો 1200 કરોડ રૂપિયાના ખર્ચથી વિસ્તાર કરાઈ રહ્યો છે. તેને ઉડાણ યોજના સાથે જોડવામાં આવી રહ્યું છે. રેલની સાથે સાથે હવાઈ મુસાફરી પણ સસ્તી કરાઈ રહી છે.
- ચોકીદારને ગાળો બોલવાની હરિફાઈ ચાલી રહી છે, દેશવાસી સુનિશ્ચિત રહે, તમારો ચોકીદાર બિલકુલ સજાગ છે.- પીએમ મોદી
- પટણામાં મેટ્રો વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. પટણાના લોકોને પાઈપ લાઈનથી ગેસ મળશે અને નીતિશકુમારે નળથી જળ આપવાનો સંકલ્પ લીધો છે. આ બદલાવ માટે નીતિશકુમાર અને સુશીલ મોદી સહિત એનડીએના તમામ લોકો ધન્યવાદને પાત્ર છે.
- નીતિશકુમાર જેવા મુખ્યમંત્રીએ બિહારને જૂના દૌરમાંથી બહાર કાઢ્યું. નીતિશકુમાર અને સુશિલકુમારની જોડીએ બિહારના વિકાસ માટે અદભૂત કામ કર્યું.
- હું શહીદ પિટું કુમાર, પુલવામામાં શહીદ સંજય સિન્હા અને રતન ઠાકુર સહિત બિહારના તમામ શહીદોને નમન કરું છું.- પીએમ મોદી
- ગાંધી શાંતિ પુરસ્કાર માટે બિહાર માટે બિંદેશ્વરી પાઠકને નમન કરું છું. તેમણે બાપુના સ્વચ્છતાના સંદેશને આગળ વધાર્યો- પીએમ મોદી
- એનડીએની સંકલ્પ રેલીમાં પીએમ મોદીએ ગાંધી મેદાનમાં સંબોધન પહેલા ભારત માતાની જયના નારા લગાવડાવ્યાં.
નીતિશકુમારે સંબોધી રેલી
- એનડીએની સંકલ્પ રેલીમાં બિહારના સીએમ નીતિશકુમારે પુલવામા એટેક અને તેના પર મોદી સરકાર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી માટે તેમને શુભેચ્છા પાઠવું છું અને સેનાને પણ સલામ કરું છું.
- નીતિશકુમારે ખેડૂતો માટે શરૂ કરાયેલી યોજના માટે પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો.
- એરફોર્સના વિંગ કમાન્ડર અભિનંદનને લઈને નીતિશકુમારે કહ્યું કે મોદી સરકારે તેમને જે રીતે પાકિસ્તાન પાસેથી પાછા લાવવાનું કામ કર્યું છે તે ખુબ જ વખાણ કરવા લાયક છે. અભિનંદને જે પ્રકારની બહાદુરી બતાવી છે તેના માટે હું તેમને અભિનંદન આપું છું. - નીતિશકુમારે પીએમ મોદીને વચન આપ્યું કે 2 ઓક્ટોબર 2019 સુધીમાં બિહારના દરેક ઘરમાં શૌચાલય હશે.
- વૃદ્ધોનું સન્માન પરિવારમાં જળવાઈ રહે. તે માટે બિહાર સરકાર તરફથી મુખ્યમંત્રી વૃદ્ધ પેન્શન યોજના લાગુ કરાઈ છે. જેમાં 60 વર્ષની ઉંમરમાં નોકરી વગરના લોકોને પેન્શન આપવામાં આવશે. એક એપ્રિલથી તેનો લાભ મળશે.
નીતિશકુમારે વિપક્ષો પર નિશાન સાધતા કહ્યું કે મહાત્મા ગાંધીએ કહ્યું હતું કે સિદ્ધાંત પર રાજનીતિ થવી જોઈએ. પરંતુ અહીં સિદ્ધાંતને બાજુ પર મૂકીને લોકો રાજનીતિ કરી રહ્યાં છે.
ડે.સીએમ સુશિલ મોદી અને રામ વિલાસ પાસવાને રેલીને કર્યું સંબોધન
મંચ પર સૌથી પહેલા બિહારના ડેપ્યુટી સીએમ સુશિલ મોદીએ રેલીને સંબોધિત કરી. આ દરમિયાન તેમણે પુલવામા આતંકી હુમલાનો બદલો લેવા બદલ પીએમ મોદીનો આભાર વ્યક્ત કર્યો. ત્યારબાદ એલજેપી નેતા અને કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને રેલીને સંબોધિત કરી. પાસવાને કહ્યું કે પીએમ મોદી દ્વારા શરૂ કરાયેલા સફાઈ આંદોલનની મુહિમના કારણે જ આજે દેશભરના લગભગ 100 ટકા ઘરોમાં શૌચાલયો છે. પહેલા અમારી માતા અને બહેનોએ શૌચક્રિયા માટે અંધારું થાય તેની રાહ જોવી પડતી હતી. પરંતુ મોદીજીએ દેશમાં આ સ્થિતિને બદલી છે. પીએમ મોદીએ કુંભમાં સ્નાન કરવાની સાથે સાથે સફાઈકર્મીઓના પગ પણ ધોયા હતાં. સમાજે આ એક કરવા જેવી પહેલ છે.
પીએમ મોદી પટણા એરપોર્ટ પહોંચ્યા
. પીએમ મોદી પટણા એરપોર્ટ પહોંચ્યાં છે. જ્યાં સીએમ નીતિશકુમારે તેમનું સ્વાગત કર્યું. પીએમના સ્વાગત માટે નીતિશકુમારની સાથે રાજ્યપાલ લાલજી ટંડન પણ હાજર રહ્યાં.આજે 9 વર્ષ બાદ મંચ પર સીએમ નીતિશકુમાર અને પીએમ મોદી એકસાથે જોવા મળશે.
એનડીએની આ સંકલ્પ રેલીમાં બિહારના તમામ સહયોગી દળો જેડીયુ, એલજેપી, અને ભાજપના મોટા મોટા નેતાઓ સામેલ થયા છે. ખાસ વાત એ છે કે 9 વર્ષ બાદ પીએમ મોદી અને સીએમ નીતિશકુમાર એક સાથે મંચ પર જોવા મળશે. 2014ની લોકસભા ચૂંટણી પહેલા જ જેડીયુ ભાજપથી અલગ થઈ હતી. પરંતુ આ વખતે બંનેએ સાથે મળીને ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે.
આ રેલીમાં એલજેપીના અધ્યક્ષ રામવિલાસ પાસવાન પણ સામેલ થયા છે. એલજેપીએ સંકલ્પ રેલી માટે એક લાખ લોકોને ભેગા કર્યા હોવાનો દાવો કર્યો છે. એલજેપીના લોકોએ આ માટે અલગ વ્યવસ્થા પણ કરી છે. જેમાં રહેવા, ખાવા અને પીવાની પૂરી વ્યવસ્થા કરાઈ છે.
આ બાજુ એનડીએની સંકલ્પ રેલી પર બિહારના રાજકારણમાં પણ ખુબ ગરમાવો આવી ગયો છે. રેલીના એક દિવસ પહેલા જ વિપક્ષી નેતાઓએ એનડીએને સંકલ્પ રેલીનો ખુબ વિરોધ કર્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે